Miguel Diaz-Canel Named Cuba New President

ક્યૂબામાં મિગ્વેલ ડિયાઝ કેનલને ગુરુવારે સત્તાવાર રીતે ક્યૂબાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે જ આ સામ્યવાદી શાસન રાષ્ટ્રમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. જણાવી દઇએ કે મિગ્વેલ ડિયાઝ કેનલ રાઉલ કાસ્ત્રોનું સ્થાન લઇ રહ્યાં છે. ગયા છ દશકોથી ક્યૂબાની સત્તા કાસ્ત્રો બંધુઓના હાથોમાં હતી.

ક્યૂબાની ક્રાંતિ બાદ ફિગેલ કાસ્ત્રોએ 1959થી 2006 સુધી દેશનું નેતૃત્વ કર્યું હતુ. તે પછી તેમના ભાઇ રાઉલ કાસ્ત્રોએ રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળી હતી. રાઉલ કાસ્ત્રો 2006થી રાષ્ટ્રપતિ હતા. પોતાના મોટા ભાઇ ફિદેલ કાસ્ત્રોના બિમાર પડ્યા પછી તેમણે આ જવાબદારી સંભાળી હતી.

કોણ છે ડિયાઝ કેનલ ?

ડિયાઝ કેનલ સામ્યવાદી પક્ષના મોટા નેતા છે. તે 2013થી ઉપ રાષ્ટ્રપતિ હતા. કયૂબાની 1959ની ક્રાંતિ બાદ જન્મેલા આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હશે. ડિયાઝ કેનલના 58માં જન્મદિવસથી એક દિવસ પહેલા નેશનલ એસેમ્બલીના રાષ્ટ્રપતિ ચૂંટ્યા છે. ડિયાઝ કેનલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જણાવી દઇએ કે મતદાનનું પરિણામ જાહેર થયા બાદ સદનમાં હાજર સભ્યોએ તાળિયો વગાળી નવા રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતુ. ડિયાઝ કેનલ આ ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર હતા.

જાણીએ ક્યુબા વિષે થોડું:

  • દેશ: ક્યુબા
  • રાજધાની: હવાના
  • રાષ્ટ્રપતિ: ડિયાઝ કેનલ
  • ભાષા: સ્પેનીશ
  • ચલણ: પેસો

YOUR REACTION?

Facebook Conversations